હોર્મુઝ પછી હવે ઇરાનની બાબ-અલ મંદેબ સમુદ્રી માર્ગ પર પણ નજર

Friday 10th April 2026 06:31 EDT
 
 

તહેરાન: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર અંકુશ જમાવીને વૈશ્વિક અર્થતંત્રોમાં હલચલ મચાવી દીધા પછી હવે બીજા મહત્ત્વના વૈશ્વિક સમુદ્રી માર્ગ બાબા-અલ મંદેબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર માહમ્મદ બાકર કાલિબાફે આ પ્રકારની વાત જણાવી પણ ચૂક્યા છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ઉર્જા પુરવઠાને લઈને નવી ચિંતા સર્જાઈ છે. આમ હોર્મુઝ પછી આ બીજો જળમાર્ગ પણ તનાવનું કેન્દ્ર બની શકે છે.
હોર્મુઝ ખાડી બંધ થવાથી આમ પણ વૈશ્વિક બજારોની સ્થિતિ બગડી છે ત્યારે બાબ-અલ મંદેબ પર સંભવિત તનાવથી સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. ઇરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે. બાબા-અલ મંદેબની સામુદ્રધુની રેડ સીને એડનના અખાત સાથે જોડે છે. આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચેનો મુખ્ય સમુદ્રી માર્ગ છે. અહીંથી મોટા પ્રમાણમાં ઓઇલ, એલએનજી, ઘઉં, ચોખા, ખાતરની જુદાં-જુદાં દેશોમાંથી આયાત કરવામાં આવે છે.
યમનના હુથી પહેલા જ આ ક્ષેત્રમાં આવતા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેમને ઇરાન સમર્થિત એક્સિસ ઓફ રેસિસ્ટન્સનો હિસ્સો માનવામાં આવે છે. ઓક્ટોબર 2023માં ગાઝા યુદ્ધ શરૂ થયા પછી હુથીએ મિસાઇલ, ડ્રોન અને વિસ્ફોટકો દ્વારા રેડ સી અને એડનની ખાડીમાંથી પસાર થતાં
ઘણા વેપારી જહાજોને નિશાન બનાવ્યા હતા. આ માર્ગ અગાઉ પણ હુથીઓના લીધે અવરોધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter