૬૫ વર્ષનાં વૃદ્ધાએ ચાર સંતાનને જન્મ આપ્યો

Wednesday 27th May 2015 07:44 EDT
 
 

કીવ (યુક્રેન)ઃ આ દુનિયામાં કેવા કેવા ગજબના કિસ્સાઓ બનતા હોય છે તેનું તાજું ઉદાહરણ વાંચો. ૧૩ સંતાનો ધરાવતી ૬૫ વર્ષની એક માતાએ ફરી વાર એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. એન્નેગ્રેટ રોનિક નામની આ જર્મન મહિલાએ યુક્રેનમાં કૃત્રિમ ગર્ભ ધારણ કર્યો હતો. તેણે જન્મ આપેલા સંતાનોમાં ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. આ મહિલાએ માત્ર ૨૬ સપ્તાહના ગર્ભાધાન બાદ આ બાળકોને જન્મ આપવો પડયો છે.
અહેવાલ અનુસાર રોનિક ઇચ્છતી હતી કે તેના ૧૩ બાળકોમાં બીજા બાળકનો પણ ઉમેરો થાય. આ માટે તે ભાઈ અને બહેનની જોડીને જન્મ આપવા માગતી હતી. રોનિક અંગ્રેજી અને રશિયન ભાષા ભણાવનાર શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેને ૧૩ બાળકો સિવાય સાત પૌત્રો અને પૌત્રીઓ પણ છે. અનેક પ્રયાસો બાદ રોનિક પર કૃત્રિમ ગર્ભાધાનનો પ્રયોગ સફળ થયો હતો. આટલી મોટી વયે માતૃત્વ ધારણ કરવાના મુદ્દે અનેક લોકોએ તેની ટીકા પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter