નવીદિલ્હી: અંગુસ રેઈડ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં કરેલા સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, ૭૫ ટકા કેનેડિયનને વડા પ્રદાન નરેન્દ્ર મોદી વશે કંઈ ખબર જ નથી, જ્યાર જી-૭ લીડર્સ મીટ યોજાઈ હતી ત્યારે આ સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં બ્રિકના દેશોના વડાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા. જેના પર ૧,૫૦૦થી વધારે લોકએ પ્રતિક્રિયા આપી હતી. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫ના ફેબ્રુઆરીમાં કેનેડાની મુલાકાત લીધી હતી અને દ્વિપક્ષીય કરાર કર્યા હતા. અંગુસ રેઇડ સંસ્થાના ડાયરેક્ટ સચી કર્લ આ અંતે એવી સ્પષ્ટતા કરી હતી કે, જ્યારે કેનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતની મુલાકાતે ગયા હતા ત્યારે ભારતના પ્રધાનમંડળે ખાસ કોઈ રસ લીધો ન હતો. આ તેનું પરિણામ છે. તેથી કેનેડિયન પ્રજા મોદી સામે નિમિત્ત સંબધ રાખવા માગે છે.