૮૮ વર્ષના ટીકટોક સ્ટાર દાદીમા

Sunday 07th June 2020 08:59 EDT
 
 

આ સાથેની તસવીરમાં જોવા મળતાં ૮૮ વર્ષના દાદીમાનું નામ રુથ રડ છે અને તેઓ ટિકટોકના સુપરસ્ટાર એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ દાદીમાના ફેન્સની સંખ્યા ત્રણ કરોડથી વધુ છે. આ રુથદાદીએ તેમની પૌત્રીના એક વીડિયોમાં મજાક-મસ્તીમાં પહેલી વખત ડાન્સ કર્યો હતો. આ વીડિયોએ એવી તે ધૂમ મચાવી કે તેઓ છવાઇ ગયા. ત્રણ સંતાનો, નવ પૌત્ર-પૌત્રી અન બે પ્રપૌત્ર-પ્રપૌત્રી ધરાવતા આ દાદીમાને પછી તો જાણે જુવાનિયાઓ જેવો ટીકટોકનો ચસ્કો લાગ્યો. દાદીમાએ તેમના મનમોજી ડાન્સના જ નહીં, ફૂટબોલનું કૌશલ્ય દર્શાવતા વીડિયો અપલોડ કર્યા અને તેને પ્રચંડ પ્રોત્સાહન પ્રતિસાદ સાંપડ્યો. તેમના અમુક વીડિયોને તો પાંચ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter