૯૩ વર્ષીય રોબર્ટ મુગાબેએ સત્તા હાંસલ કરવા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

Wednesday 14th June 2017 11:10 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ફરી સત્તા હાંસલ કરવા સમર્થન મેળવવા ૧૦ સ્થળે ભાષણ કર્યું હતું. અગાઉ કરતા વધુ સ્વસ્થ જણાતા ૯૩ વર્ષીય વડાએ હરારે નજીર લગભગ દોઢ કલાક સુધી રેલીને સંબોધન કર્યું હતું. તેમાં હજારોની સંખ્યામાં ZANU-PFના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મુગાબેના અનુગામીના મુદ્દે પક્ષમાં મતભેદ છે. આ ચૂંટણીમાં વિપક્ષો ભેગા થઈને મુગાબેને સત્તા પરથી દૂર કરવા માગે છે. મુગાબેએ પક્ષમાં વિભાજન ન થાય અને પક્ષ સંગઠિત રહે તેમ ઈચ્છતા હોવાનું જણાવ્યું હતું.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter