‘આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ’ઃ G-7માં મોદી-મેલોડીની મુલાકાત

Thursday 18th June 2026 05:28 EDT
 
 

G-7 સમિટ માટે મંગળવારે બપોરે એવિયન પહોંચેલા મોદીનું ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ સ્વાગત કર્યું હતું. બાદમાં G-7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ગ્રુપ ફોટો પણ પડાવ્યો. આ દરમિયાન મોદી અને ઇટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની વચ્ચે પણ વાતચીત થઈ. મેલોનીએ મોદીને કહ્યું, ‘ફરી મળીને સારું લાગ્યું, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ.’મોદી ગયા મહિને 5 દેશોના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે રોમમાં પીએમ મેલોનીને મેલોડી ટોફી આપી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ભાગીદાર દેશ તરીકે શિખર સંમેલનમાં ભારતની 13મી હાજરી છે. સાથે જ આ 7મી વખત છે જ્યારે વડાપ્રધાન મોદી આ ગ્લોબલ ફોરમમાં ભાગ લઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter