‘રિયલ ટારઝન’નો જીવલેણ સ્ટંટ... નાક વાટે સાપ ઘૂસાડી મોઢામાંથી બહાર કાઢ્યો

Sunday 01st February 2026 06:30 EST
 
 

જકાર્તા: સોશિયલ મીડિયા પર પોતાની જાતભાતની અતરંગી હરકતો કરવા માટે જાણીતા અમેરિકન ઇન્ફ્લુએન્સર માઈક હોલ્સ્ટને તાજેતરમાં એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોના હોશ ઊડી ગયા છે.
પોતાની જાતને ‘ધ રિયલ ટારઝન’ તરીકે ઓળખાવતો માઈક એક જીવતા સાપને પોતાના નાક વાટે અંદર નાખી તેને મોઢામાંથી બહાર કાઢે છે. ઈન્ડોનેશિયાના જકાર્તામાં આ ઘટનાક્રમનો વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. આ ભયાનક દૃશ્ય જોઈને ઈન્ટરનેટ પર લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે માઈક ફ્લોરિડાના ઝૂલોજિકલ વાઈલ્ડલાઇફ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે અને વન્યજીવ સંરક્ષણ માટે કામ કરે છે. જોકે, તેના આ સ્ટંટની વન્યજીવન સંરક્ષણ સાથે સંકળાયેલા લોકો જ ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોઇ પણ વ્યક્તિએ આવા કરતબ કરીને કોઇ પણ પ્રકારના જીવને આ પ્રકારે હેરાન કરવો જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter