‘હ્યુમન ક્રેન’ઃ ગરદન વડે 9 હજાર કિલોની બસ ખેંચી

Friday 05th June 2026 08:29 EDT
 
 

ઓરેન્જેસ્ટેડઃ સાઉથ અમેરિકામાં આવેલા અરુબામાં એક વ્યક્તિએ ‘નાજુક ગરદન’ વડે ‘ભારેખમ વિક્રમ’ વિક્રમ રચ્યો છે. આ ટાપુ દેશના 49 વર્ષીય પાવરલિફ્ટર એગમન્ડ મોલિનાએ પોતાની ગરદન વડે 9,860 કિલોગ્રામ વજનની બસને 20 મીટર સુધી ખેંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ સાથે જ તેમણે યુક્રેનના દિમિત્રો હ્યુન્સ્કીનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ અવિશ્વસનીય પરાક્રમ માટે તેને ‘હ્યુમન ક્રેન’ તરીકે ઓળખવામાં આવે છે. મોલિનાએ આ સિદ્ધિ મેળવવા માટે અનેક શારીરિક ઈજાઓ અને શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કર્યો હતો. જોકે આખરે તેણે વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 87 કિલો વજન ધરાવતા મોલિનાના નામે અગાઉ એક આંગળીથી બસ ખેંચવાના અને દાંત વડે ભારેખમ વજન ઉંચકવાના રેકોર્ડ પણ નોંધાયેલા છે. મોલિનાએ આ નવતર વિક્રમ પોતાના પરિવાર અને દેશને સમર્પિત કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter