• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો

Wednesday 22nd March 2017 09:17 EDT
 

• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.
• પાકિસ્તાનમાં લાપતા થયેલા ખાદિમ આસિફઅલી નિજામી અને તેમના ભત્રીજા નાઝિમઅલી નિઝામી સોમવારે ભારત પાછા ફર્યા.
• દિલ્હીના ઉપહાર સિનેમાના આગના બનાવમાં સિનેમામાલિક ગોપાલ અંસલને સુપ્રીમે આદેશ કરતાં તે વીસમીએ તિહાર જેલમાં શરણે થયો.
• ઈડીએ રૂ. ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના ઝાકીર નાઇકની રૂ. ૧૮.૩૭ કરોડની સંપત્તિ જપ્ત કરી.
• બસપાના નેતા મહોમ્મદ શમીની રવિવારે ગોળી મારીને હત્યા બાદ સમર્થકોએ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી.
• યુપીમાં કોંગ્રેસની હાર પછી કોંગ્રેસના વ્યૂહરચનાકાર પ્રશાંતકિશોરને શોધી લાવનાર માટે રૂ. ૫ લાખનું ઈનામ ઘોષિત કરતા પોસ્ટર્સ લાગ્યાં.
• ૧૯મીએ આગરા કેન્ટ રેલવે સ્ટેશન પાસે કચરાના ઢગલામાં અને એક પ્લમ્બરનાં ઘર પાસે એમ બે વિસ્ફોટ થયા. જાનહાનિ નહીં.
• ચંડીગઢ નજીક માનેસર મારુતિ સુઝુકી પ્લાન્ટમાં થયેલા રમખાણના કેસમાં ૧૮મીએ ૧૩ આરોપીને આજીવન કેદની સજા થઈ.
• જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનાં પ્રમુખ યાસિન મલિકે ૧૭મીએ શ્રીનગર અને અનંતનાગ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાગ નહીં લેવા મતદારોને ઉશ્કેરતાં તેની ૧૮મીએ ધરપકડ.
• રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા.
• ફોર્બ્સ મેગેઝિનનો વિશ્વના અબજોપતિઓ અંગેનો ૩૧મો વાર્ષિક અંક બહાર પડી ચૂક્યો છે. ચોથા વર્ષે પણ બિલ ગેટ્સ પ્રથમ સ્થાને છે.
• હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસના સેક્રેટરી ટોમ પ્રાઈઝના કથિત કૌભાંડની તપાસ કરતા ભારતીય અમેરિકન એટર્ની પ્રીત ભરારાને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાણીચું આપ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter