• સાઉથ સીમાં ટાપુ બનાવતા રોકશો તો યુદ્ધ થશેઃ ચીન

Wednesday 18th January 2017 08:30 EST
 

ચીનના સરકારી અખબારે ચીમકી ઉચ્ચારી છે કે જો અમેરિકા ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ટાપુ બનાવતા રોક્યું તો યુદ્ધ થશે. ચીન તરફથી આ નિવેદન અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસનની ચેતવણી બાદ સામે આવ્યું છે.
• યુગાન્ડા પ્રમુખે ફરી પુત્રને પ્રમોશન આપ્યુંઃ બ્રિટનમાં તાલીમ મેળવનારા યુગાન્ડાના સ્પેશિયલ ફોર્સીસના વડા મેજર જનરલ મુહુઝી કૈનરુગાબાને પોતાના પિતાનો હોદ્દો સંભાળી લેવા તૈયાર કરાઇ રહ્યા હોય તેવા સંકેત મળે છે. ૭૨ વર્ષીય પ્રમુખ મુસેવેનીએ કૈનરુગાબાની ખાસ સલાહકાર તરીકે નિમણુક કરી છે. ૧૯૮૬થી સત્તા સંભાળી રહેલા મુસેવેનીએ પોતાના પુત્રને ઝડપી પ્રમોશન આપ્યું છે. ૨૦૦૧માં તે બે હોદ્દાને વટાવીને સેકન્ડ લેફ્ટનન્ટથી મેજર બન્યા હતા. ઈંગ્લેન્ડમાં સેન્ડહર્સ્ટની રોયલ મિલિટરી એકેડમીમાં તેમજ અમેરિકામાં તેમણે તાલીમ લીધી છે.
• પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં વિમાનનું ઉતરાણઃ આકાશમાં ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી રહેલા વિમાનમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં લંડન જઈ રહેલી ફ્લાઈટને ઈસ્તંબુલમાં ફરજિયાત ઉતારવી પડી હતી. ફ્લાઇટ બૈરુતથી રવાના થઇ હતી. એ. ઝેડ. નામથી ઓળખાયેલા એક વૃદ્ધ મુસાફરે તેની પત્નીને ગાળો બોલતાં ઝઘડો વકર્યો હતો. ફ્લાઈટ ક્રૂએ દરમિયાનગીરી કરતાં તેણે એર હોસ્ટેસ પર પણ હુમલો કર્યો હતો. આ પછી ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું.
• ‘અગ્નિ’થી ડરેલા પાકિસ્તાનની ફરિયાદઃ અગ્નિ-૪ અને અગ્નિ-૫ મિસાઇલના પરીક્ષણ પછી પાકિસ્તાને ભારતીય મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને પોતાના માટે ખતરો ગણાવી છે. પાકિસ્તાને ભારત સામે મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમમાં ચિંતાની સાથે ફરિયાદ નોંધાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter