• ‘અમિતાભ ગુજરાતના ગર્દભોનો પ્રચાર બંધ કરે’

Wednesday 22nd February 2017 07:37 EST
 

ઉંચાહારમાં ચૂંટણીરેલીને સંબોધતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જ નહીં, પરંતુ અભિનેતા અમિતાભ બચ્ચન અંગે પણ નિવેદન કર્યું હતું કે, એક ગર્દભની જાહેરખબર આવે છે. હું આ સદીના સૌથી મોટા મહાનાયકને કહીશ કે તમે ગુજરાતના ગર્દભોનો પ્રચાર ના કરો. ઉલ્લેખનીય છે કે ગુજરાત પર્યટન વિભાગની તાજેતરમાં બહાર આવેલી જાહેરખબરમાં અમિતાભ સાથે અનેક ગર્દભ જોવા મળે છે.
• બસપા ‘બહેનજી સંપત્તિ પાર્ટી’ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડમાં ૨૦મીએ રેલીને સંબોધી હતી જે વેળાએ તેઓએ બસપા સુપ્રીમો માયાવતીને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે બસપા હવે બહુજન સમાજ પાર્ટી નથી રહીં પણ બહેનજી સંપત્તિ પાર્ટી બની ગઇ છે. બહુજન તો માયાવતીમાં સીમિત થઇ ગયો છે.
• ડ્રગ કૌભાંડમાં ગુજરાતી બિઝનેસમેન પકડાયોઃ ડીઆરઆઈએ ગત ઓક્ટોબરમાં ડીઆરઆઈએ મોટી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ ઉદયપુરમાંથી પકડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૩૦૦૦ કરોડ રૂપિયાની કિંમત છે. જેના સંદર્ભમાં DRIએ ગુજરાતી બિઝનેસમેન સંજય પટેલની ધરપકડ કરી છે.
• નાગાલેન્ડમાં મુખ્ય પ્રધાન સામે બળવોઃ ઉત્તર-પૂર્વનાં રાજ્ય નાગાલેન્ડમાં મુખ્ય પ્રધાન ટી. આર. જેલિયાંગ વિરુદ્ધ પક્ષના વિધાનસભ્યોએ બળવો કરીને નેફ્યૂ રિયોને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટયા છે. રાજ્યની નરપાલિકાની ચૂંટણીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાના વિરોધમાં નાગા સમુદાયે હિંસક આંદોલન કર્યા પછી જેલિયાંગ વિરુદ્ધ બળવા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
• ‘ટોઈલેટ નહીં તો નિકાહ નહીં’ : જમિયત-ઉલામા-એ-હિંદના સેક્રેટરી જનરલ મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે જે ઘરમાં ટોઈલેટ ના હોય તે ઘરમાં દીકરીઓના નિકાહ ના કરાવશો. તેમણે કહ્યું કે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મૌલવીઓ અને મુફ્તીઓએ આ નિર્ણય કર્યો છે.
• રૂ. બે લાખથી વધુના સોનાની ખરીદી પર TCS : પહેલી એપ્રિલથી રૂ. ૨ લાખથી વધુ જ્વેલરીની રોકડ ખરીદી પર એક ટકા ટીસીએસ ચૂકવાનો રહેશે. હાલ આ મર્યાદા રૂ. ૫ લાખની છે. નાણાખરડો ૨૦૧૭ મજૂર થયા પછી સોનાનાં આભૂષણો અને ઝવેરાત સામાન્ય વસ્તુઓની કેટેગરીમાં આવી જશે અને તેમાં રૂ. ૨ લાખથી વધુ આભૂષણોની જો રોકડમાં ખરીદી થશે તો ૧ ટકા ટેક્સ ડિડકશન સોર્સ ચૂકવવાનો રહેશે.
• ચીનના ઈશારે બલુચમાં અત્યાચારઃ બલુચ નેતા મઝદાક દિલશાદ બલોચ ૧૯મી ફેબ્રુઆરીએ વડોદરામાં હતા. તેમણે ભારત પાક. સંબંધો અને પાકિસ્તાનના પાડોશી દેશો સાથેના વલણ વિશે વાત કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને બલુચમાં અત્યાચાર માટે ચીનનું પીઠબળ મળે છે. પાકિસ્તાનને
હમ પર ઝુલ્મ કરને કે નયે સ્ટાન્ડર્ડ બનાયે હે, પેલેસ્ટાઇન ઓર સીરિયા પર હો રહે ઝુલ્મ કા દર્દ દુનિયા કો હોતા હે, લેકિન હમારે દર્દ કા કિસી કો અહેસાસ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter