'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું સન્માન થશે

Wednesday 17th June 2015 09:30 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે.

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટર, લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, સનાતન મંદિર લેસ્ટર અને ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનના સહકારથી ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં કુલ ૪ વખત ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સફળ સન્માન સમારોહ યોજાઇ ચૂક્યા છે. આ સન્માન સમારોહ માટે નાત-જાત કે ધર્મનો કોઇ ભેદભાવ રાખવામાં આવતો નથી અને સર્વે સમુદાયના લોકો જોડાઇ શકે છે. વડિલ સન્મનાના આ કાર્યને અત્યાર સુધી ખૂબજ સુંદર સફળતા સાંપડી ચૂકી છે અને જો અન્ય કોઇ સંસ્થાઅો આવા કાર્યક્રમોનું આયોજન કરવા માંગતી હોય તો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' સંપૂર્ણ સહકાર આપવા તત્પર છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આ પ્રસંગે માંચેસ્ટર સ્થિત ભારતીય વિદ્યાભવન તેમજ અન્ય સ્થાનિક સંસ્થાઅોના કલાકારો ભક્તિ સંગીત રજૂ કરશે અને શાકાહારી ભોજનનો સૌ સાથે મળીને આનંદ ઉઠાવીશું.

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરના ફોટો તેમજ ઉપસ્થિત રહેનાર વ્યક્તિઅોની કુલ સંખ્યા સાથેની સંપૂર્ણ માહિતી ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected]કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે તા. ૧૩મી જુલાઇ ૨૦૧૫ સોમવાર સુધીમાં મોકલી આપવા નમ્ર વિનંતી છે. જો કોઇને સન્માન સમારોહમાં પ્રવેશ માટે ફોર્મ જોઇતું હોય તો તેનું ફોર્મ પણ ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે. વડિલ સાથે ઉપસ્થિત રહેનાર સૌને પ્રવેશપત્ર હોલ પરથી મળી જશે.

વધુ માહિતી માટે સંપર્ક: શ્રી વિજયભાઇ પટેલ, જૈન સમાજ માંચેસ્ટર 07801 107 662 અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter