પીયરસન કંપનીની માલીકીનું બ્રિટનનું નામાંકિત અખબાર 'ફાઇનાન્સીયલ ટાઇમ્સ' £૮૪૪ મીલિયનમાં જાપાનની 'નીક્કી' કંપનીને વેચવામાં આવ્યું છે. તા. ૨૩ના રોજ આ સોદાની જાહેરાત કરાઇ હતી. 'નીક્કી' જાપાનના સૌથી મોટા આર્થિક અખબારના માલીક છે, પણ ખરેખર તો 'નીક્કી' યુકેમાં શેર બજારના ઇન્ડેક્ષ તરીકે વધારે જાણીતું નામ છે.