1,70,000 પાઉન્ડનું ફ્રોડ આચરનાર કેદની સજામાંથી બચી ગયો

Tuesday 26th March 2024 10:28 EDT
 

લંડનઃ સ્થાનિક સત્તામંડળ દ્વારા ડાયરેક્ટ પેમેન્ટ થકી અપાતી સહાયમાં ફ્રોડ આચરવા માટે સ્લાઉના આર્બરફિલ્ડના વતની આમેર પરવેઝ જેલની સજામાંથી બચી ગયો છે. તેણે ડાયરેક્ટ પેમેન્ટ માટેની અરજીઓમાં આપવાની થતી માહિતી જાહેર કરી નહોતી અને 1,70,000 પાઉન્ડની સહાય માટે દાવો કર્યો હતો. અદાલતે આમેર પરવેઝને પારિવારિક જવાબદારી અને તેના આરોગ્યને ધ્યાનમાં લઇને 19 મહિનાની કસ્ટોડિયલ સેન્ટેન્સ આપી હતી પરંતુ સજાનો અમલ બે વર્ષ માટે મોકુફ રાખ્યો છે. અદાલતે પરવેઝને 12 મહિનામાં 15 દિવસ રિહેબિલિટેશન એક્ટિવિટી કરવાનો પણ આદેશ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter