1 ઓક્ટોબરથી ઇંગ્લેન્ડમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અમલી

કટલરી, બલૂન સ્ટિક્સ, પોલિસ્ટાઇરિન કપ અને ફૂડ કન્ટેનરનું વેચાણ કરી શકાશે નહીં

Tuesday 03rd October 2023 11:59 EDT
 
 

લંડનઃ પ્લાસ્ટિક દ્વારા ફેલાતા પ્રદૂષણ અને કચરાને અટકાવવા માટે ઇંગ્લેન્ડમાં 1 ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ અમલી બન્યો છે. સંખ્યાબંધ સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉત્પાદનો પર પ્રતિબંધ લદાયો છે તો કેટલાંક ઉત્પાદનો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. હવે ઇંગ્લેન્ડમાં કોઇપણ બિઝનેસ સિંગલ યૂઝ પ્લાસ્ટિક કટલરી, બલૂન સ્ટિક્સ, પોલિસ્ટાઇરિન કપ અને ફૂડ કન્ટેનરનું વેચાણ કરી શકશે નહીં. સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્લેટ, ટ્રે, બાઉલના સપ્લાય પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

એક રિસર્ચ પ્રમાણે ઇંગ્લેન્ડમાં પ્રતિ વર્ષ સિંગલ યૂઝ પ્લાસ્ટિકની 2.7 બિલિયન વસ્તુઓ અને 721 મિલિયન સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ થાય છે. તેમ છતાં તેમાંથી ફક્ત 10 ટકાને જ રિસાઇકલ કરવામાં આવે છે. જો 2.7 બિલિયન પ્લાસ્ટિકની વસ્તુઓને પૃથ્વીની આસપાસ મૂકવામાં આવે તો તે 8 વાર પૃથ્વીને ઘેરી શકે છે.

પર્યાવરણ મંત્રી રેબેકા પાઉએ જણાવ્યું હતું કે, નુકસાનકારક પ્લાસ્ટિકના કચરાને અટકાવવા માટેની દિશામાં અમારું મોટું પગલું છે. આ પ્રતિબંધના કારણે પર્યાવરણની જાળવણીમાં મદદ મળશે અને પ્લાસ્ટિકનો કચરો ઘટાડી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter