1 મિલિયન પાઉન્ડના કોકેનના 4 સપ્લાયરો જેલ ભેગા

Tuesday 17th March 2026 11:40 EDT
 

લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં 1 મિલિયન પાઉન્ડનું કોકેન સપ્લાય કરનારી ગેંગના 4 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. રોબર્ટો કેટાલ્ડો, પરમિન્દર ગ્રેવાલ, ટોમસ કિયૌલાકિસ અને ગેબ્રિયલ ટ્રિન્કુનેઇટ સમગ્ર દેશમાં ડ્રગ ડીલર્સને કોકેન સપ્લાય કરતા હતા. જાન્યુઆરી 2025માં પોલીસે તેમને ડ્રગ્સની હેરાફેરી કરતા રંગેહાથે ઝડપી લીધા હતા.

અદાલતે ડડલીના પરમિન્દર ગ્રેવાલને પાંચ વર્ષ અને પાંચ માસ, વાલસાલના રોબર્ટો કેટાલ્ડોને 6 વર્ષ અને 11 માસ, વૂલ્વરહેમ્પટનના ટોમસને પાંચ વર્ષ અને 10 માસ તથા વૂલ્વરહેમ્પટનના ગેબ્રિયલને 7 વર્ષ અને 8 માસ કેદની સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter