લંડનઃ 1 સપ્ટેમ્બર 2023થી સમગ્ર દેશમાં બાળકો અને ચાઇલ્ડ કાર સીટમાં નવા નિયમો અમલી બની ગયાં છે. નવા નિયમો અંતર્ગત 12 વર્ષ સુધીના અથવા તો 135 સેન્ટીમીટર સુધીની ઊંચાઇ ધરાવતા બાળકોને કાર સીટમાં બેસાડવા પડશે. હવે યુકેમાં કાર સીટને આર129 સ્ટાન્ડર્ડ મુજબની રાખવી પડશે. અગાઉ ઉત્પાદિત કાર સીટને સપ્ટેમ્બર 2024 સુધી વેચાણ કરી શકાશે પરંતુ ત્યારબાદ તેમનું વેચાણ થઇ શકશે નહીં. આગામી વર્ષથી આર44 સીટના ઉત્પાદન અને વેચાણને મંજૂરી અપાશે નહીં.


