પ્રિય વાચક મિત્રો,
રોયલ મેઇલે જણાવ્યું છે કે 1.15 લાખ પોસ્ટલ વર્કર્સ ચાર અલગ-અલગ દિવસે હડતાળ પાડવાના છે. કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન (CWU)ના સભ્યોએ 26 અને 31 ઓગસ્ટના રોજ હડતાળ પર હતા અને હવે તેઓ 8 અને 9 સપ્ટેમ્બરે ફરી હડતાળ પર ઉતરશે. યુનિયને કસ્ટમર્સને ચેતવણી આપી છે કે યુકેના ઘણા ભાગોમાં ડિલિવરીમાં અને કલેક્શનની કામગીરી પર અસર પડી શકે છે.
હડતાલને પગલે, અમે અમારા સમાચાર સાપ્તાહિકોના વિતરણમાં વિલંબ માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમને ખાતરી છે કે તમે આ પરિસ્થિતિને સમજી શકશો અને હંમેશની જેમ તમારો અમૂલ્ય સહયોગ આપશો. આ દરમિયાન, આપ સહુ www.abplgroup.com પર કોઈ વધારાના નાણાં ચૂકવ્યા વગર અમારા ઈ-પેપર્સ ઓનલાઈન વાંચી શકો છો.
વધુ માહિતી માટે અમારી કસ્ટમર સપોર્ટ ટીમનો સંપર્ક કરો ફોન: 020 7749 4080
ઇમેઇલ: [email protected]


