લંડનઃ યુકેમાં 1.59 બિલિયન પાઉન્ડનું કોકેઇન દાણચોરી દ્વારા લાવવાના કેસમાં આઠમી વ્યક્તિને સજા અપાઇ છે. શેફિલ્ડ ક્રાઉન કોર્ટ દ્વારા 39 વર્ષીય તબરેઝ હુસેને કોકેઇનને બોક્સમાં ભરીને પરિવહન માટેના વાહનોમાં મૂકી આપવા માટે 17 વર્ષ કેદની સજા ફટકારાઇ છે. કોકેઇનના સપ્લાય માટેનો અપરાધ તબરેઝે કબૂલી લીધો હતો. યોર્કશાયર અને હમ્બર રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ દ્વારા કરાયેલી તપાસમાં ડ્રગ્સની દાણચોરીનો આ મામલો સામે આવ્યો હતો. 2022માં ફ્રોઝન ચીકનના પેલેટ્સમાં સંતાડીને ડ્રગ્સનો આ જથ્થો યુકે લવાયો હતો.