1.7 બિલિયન ડોલરના ટેક્સ કૌભાંડ માટે બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહ ડેન્માર્કને સોંપાયા

Tuesday 12th December 2023 12:38 EST
 

લંડનઃ દુબઇ સ્થિત બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહને યુએઇથી ડેન્માર્કમાં પ્રત્યર્પિત કરાયા છે. તેમના પર ડેન્માર્કમાં 1.7 બિલિયન ડોલરનું ટેક્સ કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે. સંજય શાહને 2012થી 2015 વચ્ચે ફ્રોડ સ્કીમ ચલાવવા માટે દુબઇની અદાલતમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં વિદેશી કંપનીઓએ ડેન્માર્કની કંપનીઓમાં શેરની માલિકી ધરાવતા હોવાનો દેખાડો કરીને ટેક્સ રિફંડના દાવા કર્યા હતા. યુએઇની અદાલતે સંજય શાહના પ્રત્યર્પણ માટે મંજૂરી આપી હતી.

ડેન્માર્કના ટેક્સેશન મિનિસ્ટર જેપ બ્રુસે જણાવ્યું હતું કે, ડેન્માર્કના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ પૈકીનું આ એક કૌભાંડ છે. અમે સમાજ તરીકે સરકારી તિજોરીની લૂટ સાંખી શકીશું નહીં. ડેન્માર્કના વિદેશ મંત્રી લાર્સ લોક રાસમુસેને જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ વિદેશમાં રહીને ગમે તે પ્રવૃત્તિ કરી શકે નહીં તેનો સંકેત ડેન્માર્કે આપી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter