લંડનઃ 10 એપ્રિલથી પાસપોર્ટની ફીમાં વધારો થવા જઇ રહ્યો છે. હોમ ઓફિસે જાહેરાત કરી છે કે ઓનલાઇન સ્ટાન્ડર્ડ એપ્લિકેશન દ્વારા પુખ્તો માટે પાસપોર્ટ મેળવવા 88.50 પાઉન્ડના સ્થાને 94.50 પાઉન્ડ અને બાળક માટે 57.50 પાઉન્ડના સ્થાને 61.50 પાઉન્ડ ચૂકવવા પડશે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, અમે પાસપોર્ટનો ઉપયોગ કરનારા પર જ તેનો ખર્ચ લાદવાની સિસ્ટમ તરફ આગળ વધી રહ્યાં છીએ. જેથી કરદાતાઓ પર પાસપોર્ટ જારી કરવાનો બોજો ન પડે. સરકારને પાસપોર્ટ જારી કરવામાંથી કોઇ પ્રકારનો નફો થતો નથી.
આ ફીમાં પાસપોર્ટ અરજીની પ્રક્રિયા, વિદેશમાં કોન્સ્યુલર સપોર્ટ, પાસપોર્ટની ચોરી અને યુકે બોર્ડર ખાતે થતી પ્રક્રિયાના ખર્ચ સામેલ છે. ટ્રેઝરીની ગાઇડલાઇન પ્રમાણે પાસપોર્ટ ફીની સમીક્ષા કરી વધારાનો નિર્ણય લેવાયો છે.
બોક્સ
પાસપોર્ટ માટે નવું ફી માળખું
- સ્ટાન્ડર્ડ ઓનલાઇન એપ્લિકેશનઃ પુખ્તો માટે 94.50 પાઉન્ડ
- સ્ટાન્ડર્ડ ઓનલાઇન એપ્લિકેશનઃ બાળક માટે 61.50 પાઉન્ડ
- પોસ્ટલ એપ્લિકેશનઃ પુખ્તો માટે 107 પાઉન્ડ
- પોસ્ટલ એપ્લિકેશનઃ બાળક માટે 74 પાઉન્ડ
- યુકેમાં પ્રીમિયર સર્વિસઃ પુખ્તો માટે 222 પાઉન્ડ
- યુકેમાં પ્રીમિયર સર્વિસઃ બાળકો માટે 189 પાઉન્ડ
- વિદેશમાંથી ઓનલાઇન અરજીઃ પુખ્તો માટે 108 પાઉન્ડ
- વિદેશમાંથી ઓનલાઇન અરજીઃ બાળક માટે 70 પાઉન્ડ
- વિદેશમાંથી પોસ્ટલ અરજીઃ પુખ્તો માટે 120.50 પાઉન્ડ
- વિદેશમાંથી પોસ્ટલ અરજીઃ બાળક માટે 82.50 પાઉન્ડ