લંડનઃ પવિત્ર રમઝાન માસમાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મર દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. શનિવારે કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં પ્રેરણાદાયી યુવા બ્રિટિશ મુસ્લિમોને આમંત્રણ અપાયું હતું.
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં હોળીની શુભેચ્છા પાઠવતાં સાથીઓને હોળીની ઉજવણીમાં બિઝનેસ એટાયરમાં સામેલ નહીં થવાની સલાહ આપી હતી. તેમણે કોમન્સમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના હિન્દુ હોલિકા પર પ્રહલાદના વિજયને હોળીના તહેવાર તરીકે ઉજવે છે.
તેમણે સાથી સાંસદોને જણાવ્યું હતું કે, જે લોકો પહેલીવાર ઉજવણીમાં સામેલ થઇ રહ્યાં છે તેમને હું બિઝનેસ એટાયરમાં નહીં જવાની સલાહ આપું છું કારણ કે તમારા પર રંગો વરસાવાશે. તમે વિવિધ પ્રકારના રંગોથી રંગાઇ જશો. પછી એ રંગવાળા કપડાં તમે સંપુર્ણપણે સાફ કરી શકશો નહીં.
બ્લેકમેને જણાવ્યું હતું કે, હેરો ઇસ્ટ અને સમગ્ર વિશ્વમાં હોળીની ઉજવણી કરી રહેલા તમામને હું શુભેચ્છા પાઠવું છું.