10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રકાશપર્વની ઉજવણી

શાસનના 100મા દિવસે બર્નહામે દિવાળી ઉજવણી નિમિત્તે ખાસ સમારોહનું આયોજન કરી દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી

Tuesday 27th October 2026 16:49 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે સત્તારૂઢ થયાના 100મા દિવસે 27 ઓક્ટોબરના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી નિમિત્તે એક ખાસ સમારોહનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં બર્નહામ કેબિનેટના મંત્રીઓ, ભારતીય સમુદાયના અગ્રણીઓ, સાંસદો, રાજદ્વારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ હિન્દુ, જૈન અને શીખ સમુદાયના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાન બર્નહામે આ પ્રસંગે બ્રિટનના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં બ્રિટિશ ભારતીય સમુદાયના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ પર્વ નિમિત્તે વડાપ્રધાન બર્નહામને તેમના શાસનના પ્રથમ 100 દિવસની કામગીરી પર આત્મમંથન કરવાનો શ્રેષ્ઠ અવસર પ્રાપ્ત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter