10 ડાઉનિંગ સ્ટ્રીટમાં લેરી ધ કેટે 7મા વડાપ્રધાનને આવકાર્યા

Tuesday 21st July 2026 10:06 EDT
 
 

લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સત્તાના ગલિયારાઓમાં છેલ્લા 15 કરતાં વધુ વર્ષોથી નજર રાખી રહેલા બ્રિટનના સૌથી પ્રખ્યાત બિલાડા લેરીએ સોમવારે સાતમા વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ઉંદરોની સમસ્યાના નિકાલ માટે લેરી 15 ફેબ્રુઆરી 2011ના રોજ તત્કાલીન નેતા ડેવિડ કેમેરુનના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને આવ્યો હતો. નવા વડાપ્રધાન એન્ડી બર્નહામ વિદાય થતા સ્ટાર્મરનું સ્થાન લેવા માટે આવી પહોંચ્યા ત્યારે લેરીના સત્તાવાર X એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું કે, રાજકારણીઓ આવશે અને જશે, બિલાડીઓ કાયમી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter