લંડનઃ લંડન અને ચીનમાં વર્ષ 2019થી 2023 વચ્ચે 10 મહિલાઓને ડ્રગ આપીને બળાત્કાર કરનાર પીએચડીનો અભ્યાસ કરતા ચીની વિદ્યાર્થીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જે અંતર્ગત તેને ઓછામાં ઓછા 24 વર્ષ જેલમાં વીતાવવા પડશે.
ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં એક મહિનો લાંબી સુનાવણી બાદ માર્ચ 2025માં યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે અભ્યાસ કરતા ઝેનહાઓ ઝોઉને બળાત્કારના 11 આરોપસર દોષી ઠરાવાયો હતો. ગુરુવારે જજ રોસિના કોટેજે ઝોઉને 22 વર્ષ અને 227 દિવસ કેદની સજા ફટકારી હતી. ઝોઉને સેક્સ પ્રિડેટર ગણાવતા જજે જણાવ્યું હતું કે, તે પોતાની ખુશી માટે મહિલાઓનો સેક્સ ટોય તરીકે ઉપયોગ કરતો હતો. તેણે સુનિયોજિત રીતે બળાત્કાર કર્યા હતા.