100 કરતાં વધુ ઉત્પાદનો પરની આયાત જકાત જૂન 2026 સુધી નાબૂદ

કાર પાર્ટ્સથી માંડીને ફ્રુટ જ્યુસ પરની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરાઇ

Tuesday 16th April 2024 10:41 EDT
 

લંડનઃ બ્રિટને કારના પાર્ટ્સ અને ફ્રુટ જ્યુસ સહિતના 100 કરતાં વધુ ઉત્પાદનો પરની આયાત જકાત જૂન 2026 સુધી નાબૂદ કરી નાખી છે. ઉદ્યોગ જગત દ્વારા લાંબા સમયથી સરકાર સમક્ષ  ઉત્પાદનોની આયાત જકાત નાબૂદ કરવાની માગ કરી રહ્યું હતું.

સરકારે જણાવ્યું હતું કે, તે બ્રિટનમાં પુરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી તેવા માલસામાન પરની 126 આયાત જકાત પણ નાબૂદ કરશે. 11 વસ્તુઓ પરની આયાત જકાત પરની નાબૂદી પણ લંબાવાશે.

મિનિસ્ટર ફોર ટ્રેડ પોલિસી ગ્રેગ હેન્ડ્સે જણાવ્યું હતું કે, સરકારને 245 જેટલી અરજી મળી હતી. તેના પગલે આ નિર્ણય લેવાયો છે. અમે ઓટોમોબાઇલ પાર્ટ્સથી માંડીને ફ્રુટ જ્યુસ પરની આયાત જકાત નાબૂદ કરીને કિંમતોન સ્પર્ધાત્મક રાખવામાં મદદ કરી રહ્યાં છીએ.

આલિયાન્ઝ ટ્રેડે સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આયાત જકાતમાં ઘટાડાના કારણે ફુગાવાના દરમાં 0.6 ટકાનો ઘટાડો કરવામાં મદદ મળશે. તેના કારણે આયાત પર થનારા ખર્ચમાં 7 બિલિયન પાઉન્ડનો ઘટાડો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter