લંડનઃ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના તરફથી યુદ્ધ લડનાર છેલ્લા જીવંત શીખ સૈનિક રાજિન્દરસિંહ ધત્તને વડાપ્રધાન રિશી સુનાકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત યુકે-ઇન્ડિયા વીક રિસેપ્શન ખાતે પોઇન્ટ્સ ઓફ લાઇટ ઓનરથી સન્માનિત કર્યા હતા. માજી બ્રિટિશ ઇન્ડિયન સૈનિકોને એકજૂથ કરવામાં મદદરૂપ થવા અનડિવાઇડેડ ઇન્ડિયન એક્સ-સર્વિસમેન્સ એસોસિએશન ચલાવતા 101 વર્ષીય ધત્તને તેમની સેવાઓ માટે સન્માનિત કરાયા હતા. 1921માં અવિભાજિત ભારતમાં જન્મેલા ધત્ત 1963થી સાઉથવેસ્ટ લંડનના હૌન્સલો ખાતે વસવાટ કરે છે.


