12 વર્ષીય કિશોરી પર ભીમ કોહલીની હત્યાનો આરોપ મૂકાયો

Tuesday 17th December 2024 10:14 EST
 
 

લંડનઃ લેસ્ટર નજીક બ્રાઉનસ્ટોન ટાઉનમાં પોતાના ઘરની નજીક આવેલા ફ્રેન્કલિન પાર્કમાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ પોતાના શ્વાન સાથે ફરી રહેલા 80 વર્ષીય ભીમ કોહલી પર હુમલો કરી તેમનું મોત નિપજાવવા માટે 12 વર્ષની કિશોરી પર હત્યાનો આરોપ મૂકાયો છે. હુમલાના 1 દિવસ બાદ 2 સપ્ટેમ્બરના રોજ કોહલીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
લેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, ભીમ કોહલીની હત્યા માટે 12 વર્ષીય કિશોરી પર હત્યાનો આરોપ મૂકાયો છે. કિશારી સગીર હોવાના કારણે કાયદાકીય કારણોસર તેનું નામ જાહેર કરાયુ નથી. આ પહેલાં કોહલીની હત્યાના 3 દિવસ બાદ 15 વર્ષીય કિશોર પર હત્યાનો આરોપ મૂકાયો હતો.
આ કેસની સુનાવણી ફેબ્રુઆરી 2025માં શરૂ થશે. ગરદનમાં ઇજાના કારણે ભીમ કોહલીનું મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter