125 વર્ષ બાદ બ્રિટનમાં પહેલીવાર કોલેરાનો કેસઃ 80 વર્ષીય વૃદ્ધનું મોત

Tuesday 17th February 2026 10:54 EST
 

લંડનઃ યુકેમાં એક 80 વર્ષના વૃદ્ધનું શંકાસ્પદ કોલેરાના કારણે મોત થયું છે. જો વૃદ્ધનું મોત કોલેરાના કારણે થયાનું સુનિશ્ચિત થશે તો વર્ષ 1901 પછી એટલે કે 125 વર્ષ બાદ પહેલીવાર બ્રિટનમાં કોલેરાનો કેસ નોંધાશે.

 બે સંતાનના પિતા એવા આ વૃદ્ધ ગયા સપ્તાહમાં બીમાર પડ્યા હતા અને ડાયેરિયાથી પીડાતા હતા. તેમને વોર્વિકશાયરની જ્યોર્જ ઇલિયટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરિવારને જણાવવામાં આવ્યું હતું કે, વૃદ્ધને કોલેરા થયો છે. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું.

કોલેરા પાણીજન્ય રોગ છે. 18મી સદીમાં કોલેરાના કારણે લાખો લોકોના મોત થયાં હતાં. યુકેમાં છેલ્લા 1901માં કોલેરાનો કેસ નોંધાયો હતો. આફ્રિકા અને એશિયામાં કોલેરાના કારણે દર વર્ષે 1,43,000 મોત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter