લંડનઃ ન્યૂકેસલ ક્રાઉન કોર્ટ દ્વારા ગ્રુમિંગ ગેંગના સભ્યોને 13 વર્ષની કન્યા પર બળાત્કારના આરોપસર કુલ 36 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જામીન પર છૂટેલા ગ્રુમિંગ ગેંગના સભ્યોએ 9 મહિના સુધી આ કન્યાને તેમની હવસનો શિકાર બનાવી હતી. મોહમ્મદ અને ઓમર બાદેરદિન આ કન્યાના સંપર્કમાં આવ્યા બાદ તેને દારૂ અને સિગારેટનો નશો કરાવીને તેના પર બળાત્કાર ગુજારતા હતા. તેમણે કન્યાને મારી નાખવા અને તેને દેશ બહાર લઇ જવાની પણ ધમકી આપી હતી.

