13 વર્ષીય ‘લિટલ પ્રોફેસર’ આર્યન ઘોનિયાને પરિવાર અને મિત્રોની આખરી વિદાય

Wednesday 29th June 2022 06:53 EDT
 
 

લંડનઃ કાર્ડિફના વ્હિટચર્ચની ટાફ નદીમાં લાપતા થયાના થોડા દિવસ પછી 21 જૂન મંગળવારે 13 વર્ષીય આર્યન ઘોનિયાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે સહુના દિલને કારમો આઘાત લાગ્યો હતો. શનિવાર 25 જૂને થોર્નહિલ સેમેટ્રી એન્ડ ક્રીમેટોરિયમ ખાતે આર્યનના ફ્યુનરલ સમયે વરસાદ હોવાં છતાં, પરિવારજનો, મિત્રો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યોએ એકત્ર થઈ તેને આખરી વિદાય આપી હતી. આર્યને જ્યાં અભ્યાસ કર્યો હતો તે બે શાળા પાસેથી શબવાહિનીને લઈ જવાઈ હતી. બ્લેક અને વ્હાઈટ સ્યૂટ્સમાં સજ્જ મિત્રોએ તેમના મિત્રના કોફિનને કાંધ આપી હતી.

અભ્યાસમાં અને ખાસ કરીને મેથ્સમાં ખૂબ હોંશિયાર અને ‘લિટલ પ્રોફેકાર્ડિફના વ્હિટચર્ચની ટાફ નદીમાં લાપતા થયાના થોડા દિવસ પછી 21 જૂન મંગળવારે 13 વર્ષીય આર્યન ઘોનિયાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે સહુના દિલને કારમો આઘાત લાગ્યો હતો. શનિવાર 25 જૂને થોર્નહિલ સેમેટ્રી એન્ડ ક્રીમેટોરિયમ ખાતે આર્યનના ફ્યુનરલ સમયે વરસાદ હોવાં છતાં, પરિવારજનો, મિત્રો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યોએ એકત્ર થઈ તેને આખરી વિદાય આપી હતી. આર્યને જ્યાં અભ્યાસ કર્યો હતો તે બે શાળા પાસેથી શબવાહિનીને લઈ જવાઈ હતી. બ્લેક અને વ્હાઈટ સ્યૂટ્સમાં સજ્જ મિત્રોએ તેમના મિત્રના કોફિનને કાંધ આપી હતી.સર’ તરીકે ઓળખાયેલા આર્યન માટે ઓબિચ્યુઅરી પેજ તૈયાર કરાયું હતું અને સંખ્યાબંધ લોકોએ તેના પર હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિન્ડસર ગાર્ડન્સ ખાતે પુષ્પગુચ્છોની અંજલિ મૂકાઈ હતી. આર્યનના પિતા જિતેન્દ્રભાઈ, માતા હીનાબહેન અને 8 વર્ષીય બહેન નાવિયા સહિત સગાંસંબંધીઓએ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં આર્યનના વારસાને નજરમાં રાખીને વેલ્શ અને ઈન્ડિયન ફ્લેગ્સ અર્ધી કાઠીએ ફરકાવાયા હતા. ઘોનિયા પરિવારે દુઃખના સમયમાં સાથ આપવા બદલ કાઉન્સિલર હેલન લોઈડ જોન્સનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સાઉથ વેલ્સ પોલીસ દ્વારા પ્રસિદ્ધ નિવેદનમાં ઘોનિયા પરિવારે આર્યનના અકાળે અવસાન બદલ ભારે આઘાત અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આર્યનની શોધ ચલાવવામાં ઈમર્જન્સી સર્વિસીસે કરેલી અથાગ મહેનતને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે ‘આર્યનનો જન્મ વેલ્સમાં થયો હતો અને તેને વેલ્શ હોવાનો ગર્વ હતો અને અમે તેના પરિવારના સભ્ય હોવા બદલ ગર્વ અનુભવીએ છીએ. કોમ્યુનિટીના સભ્યો, ડેન્સકોર્ટ પ્રાઈમરી સ્કૂલ અને રેડીર કોમ્પ્રીહેન્સિવ સ્કૂલના સપોર્ટથી અમને સાંત્વના પ્રાપ્ત થઈ છે. હીથ હોસ્પિટલના A&E સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ.’

પરિવારે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઉષ્માસભર વ્યક્તિત્વ ધરાવતા આર્યનને સહુ કોઈ ચાહતા હતા. તે બધાની કાળજી લેતો હતો. એવો એક પણ દિવસ નહિ જાય જ્યારે અમને તેની યાદ નહિ આવે. અમને તેની ખોટ સાલશે અને તે સદાકાળ અમારા હૃદયમાં જીવંત રહેશે. અમારે બધા પેરન્ટ્સને ખાસ વિનંતી કરવાની છે કે તેમના બાળકોને નદીમાં રમવા જવાના જોખમો વિશે બરાબર સમજાવે. અમે જે કરૂણાંતિકામાંથી પસાર થઈ રહ્યા છીએ તેવી સ્થિતિમાંથી કોઈ પેરન્ટ્સને પસાર થવું પડે તેમ અમે ઈચ્છતા નથી.’

હીનાબહેનના કઝીન વિમલાબહેન પટેલે શોકગ્રસ્ત પરિવાર વતી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને સંદેશામાં જણાવ્યું હતું કે,‘આર્યનના તમામ મિત્રોને કહેવાનું કે તેના ટુંકા જીવનમાં હિસ્સો બની રહેવા બદલ અમે તમારા આભારી છીએ. કદી નિરાશ-હતાશ બનશો નહિ, કોઈના પર દોષારોપણ કરશો નહિમે જીવનમાં જેવી વ્યક્તિ બનવા ઈચ્છતા હો તેના માટે જાતને પ્રેરણા આપજો અને તમારા માટે પરિવાર ગર્વ અનુભવે તેવું કરજો અને તમે આમ કરો તેવી જ ઈચ્છા આર્યનની પણ રહેશે.’

ટાફ નદીમાં 21 જૂન મંગળવારની સાંજે 4.45ના સુમારે બાળકો વિશે અને એક બાળક લાપતા હોવાનો મેસેજ મળ્યા પછી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, કોસ્ટ ગાર્ડ અને પોલીસ હેલિકોર્ટર દ્વારા બારે શોધખોળ ચલાવાઈ હતી. આશરે 5.45ના સુમારે આર્યનની ભાળ મળી હતી. ઈમર્જન્સી સર્વિસીસના પ્રયાસો છતાં, આર્યનના શ્વાસોચ્છવાસ ફરી શરૂ કરી શકાયા ન હતા. HM કોરોનરને જાણ કરાઈ હતી અને આ ઘટનાના સંજોગોમાં તપાસ ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter