130 વર્ષ પછી પહેલીવાર બ્રિટિશ રાજવી પરિવારના સભ્યે કોર્ટમાં જુબાની આપી

મિરર ગ્રુપ સામેના કેસમાં પ્રિન્સ હેરી વિટનેસ બોક્સમાં હાજર રહ્યા

Tuesday 06th June 2023 13:51 EDT
 
 

લંડનઃ એક અખબારી જૂથ પર ગેરકાયદેસર વર્તનના કેસમાં પ્રિન્સ હેરીએ કોર્ટમાં જુબાની આપી હતી. બ્રિટિશ ઇતિહાસમાં 130 વર્ષ પછી કોર્ટમાં જુબાની આપનારા તેઓ સૌપ્રથમ અગ્રણી રાજવી બન્યા છે. મિરર ગ્રુપ ન્યૂઝપેપર્સ સામે પ્રિન્સ હેરી સહિત 100 કરતાં વધુ સેલિબ્રિટીએ કરેલા કેસના ભાગરૂપે તેઓ લંડનની હાઇકોર્ટના વિટનેસ બોક્સમાં સાક્ષી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જોકે સોમવારના નિર્ધારિત દિવસે પુત્રી લિલિબેટના જન્મદિવસના કારણે પ્રિન્સ હેરી હાજર ન રહેતાં જજે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિન્સ હેરી મંગળવારે અદાલતમાં હાજર રહ્યા હતા.

કિંગ એડવર્ડ સાતમાએ બ્રિટનના રાજા બન્યા તે પહેલાં 1870 અને 1890માં ડિવોર્સ કેસ અને કાર્ડ ગેમના કેસમાં અદાલત સમક્ષ હાજર રહી પુરાવા આપ્યા હતાં. બ્રિટિશ રાજગાદીના પાંચમા ક્રમના વારસ એવા પ્રિન્સ હેરી છેલ્લા કેટલાક મહિનાથી કાયદાકીય વિવાદોમાં અખબારી મથાળાઓમાં ચમકતા રહ્યાં છે. અદાલતમાં તેમની જુબાની સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે તેવી સંભાવના છે.

સન ટેબ્લોઇડ અખબારના પૂર્વ એડિટર ડેવિડ યેલેન્ડે જણાવ્યું હતું કે, રાજવી પરિવાર લાંબાસમયથી અદાલતી ખટલાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે સ્થિતિ તેમના નિયંત્રણમાં રહેતી નથી. આ પ્રકારના કેસોમાં બંને પક્ષને નુકસાન જ થતું હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter