લંડનઃ મેક્સિકોથી યુકેમાં 14.4 મિલિયન પાઉન્ડનું કોકેઇન દાણચોરી દ્વારા લાવવા સંતાનોનો ઉપયોગ કરનાર માતાને જેલની સજા કરાઇ છે. બ્રાડફોર્ડની 54 વર્ષીય ફરઝાના કૌસરને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 180 કિલો કોકેઇનની દાણચોરી કરવા માટે 13 વર્ષ અને 4 મહિના કેદની સજા કરાઇ છે.
11 નવેમ્બર 2024ના રોજ ફરઝાનાના 4 પુત્ર, 1 પુત્રી અને 1 પુત્રવધૂ મેક્સિકોના કાનકૂનથી બર્મિંગહામ એરપોર્ટ પર લેન્ડ થયાં હતાં. તેમની બેગો માદકદ્રવ્યોથી ભરેલી હતી. નેશનલ ક્રાઇમ એજન્સીના રિક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, ફરઝાના ડ્રગ્સની દાણચોરીમાં પાવરધી હતી. તેણે તેના સંતાનોને પણ આ રેકેટમાં સંડોવી દીધાં હતાં. તે પાકિસ્તાનના કોઇ વ્યક્તિ સાથે મળીને આ દાણચોરી કરી રહી હતી. અદાલત દ્વારા તેની સાથે સંડોવાયેલા અન્યોને પણ સજાની સુનાવણી કરાઇ હતી.
અન્યોને કરાયેલી સજા
ઉંમેર મોહમ્મદ – 8 વર્ષ 1 માસ
જુનૈદ શફાક – 10 વર્ષ 9 માસ
મોહમ્મદ શફાક – 8 વર્ષ 9 માસ
સફા નૂર – 7 વર્ષ 2 માસ
સારા હુસેન – બે વર્ષની સસ્પેન્ડેડ સજા
હમઝા શફાક – 7 ઓક્ટોબરે સજાની જાહેરાત


