લંડન
આકરો શિયાળો અને સરકાર દ્વારા યોજનાકીય ખર્ચમાં કાપ જીવનશૈલી મોંઘી બનાવી રહ્યાં છે ત્યારે ઘણા લોકો નાણા બચાવવાની મથામણમાં છે. એનએચએસના પ્રિસ્ક્રિપ્શન માટે ઘણા જૂથોને નાણા ચૂકવવા પડતાં નથી જેના કારણે પ્રિસ્ક્રિપ્શન પર આધારિત રહેતા ઘણા લોકોને રાહત મળે છે. જુલાઇ 2021માં સરકારે સ્ટેટ પેન્શન એજ મુજબ ફ્રી પ્રિસ્ક્રિપ્શન મેળવનારા લોકોની લઘુત્તમ ઉમર 60 થી વધારીને 66 કરવા પર વિચારણા કરી હતી.જો કે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવાયો નથી. હાલમાં 15 જૂથોને પ્રિસ્ક્રિપ્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમને પ્રતિ આઇટમ 9.35 પાઉન્ડની સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેતી નથી. 60થી વધુ વયના લોકોને પણ આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો તમે લાંબાસમયથી સારવાર લઇ રહ્યાં છો તો તમે પ્રિપેમેન્ટ સર્ટિ મેળવવા માટે અરજી કરી શકો છો. આ સર્ટિ માટે 3 મહિના માટે 30.25 પાઉન્ડ અને 12 મહિના માટે 108.10 પાઉન્ડ ચૂકવવાના રહે છે.
ફ્રી પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે કોણ યોગ્ય
- 60 કે તેથી વધુ વયના લોકો
- 16 વર્ષથી ઓછી વયના બાળકો
- ફુલ ટાઇમ એજ્યુકેશન લઇ રહેલા 16થી 18 વર્ષના વિદ્યાર્થી
- ગર્ભવતી મહિલા અથવા તો અગાઉના 12 મહિનામાં બાળકને જન્મ આપનાર મહિલા અને માન્ય મેટરનિટી એક્ઝમ્પશન સર્ટિ ધરાવનાર મહિલા
- ચોક્કસ મેડિકલ સ્થિતિ અને માન્ય મેડિકલ એક્ઝમ્પશન સર્ટિ ધરાવનાર વ્યક્તિ
- અન્યની મદદ વિના બહાર ન જઇ શક્તા વિકલાંગ
- વોર પેન્શન એક્ઝમ્પશન સર્ટિ ધરાવનાર વ્યક્તિ
- એનએચએસના ઇનડોર દર્દી
- ઇન્કમ સપોર્ટ મેળવનાર વ્યક્તિ
- ઇન્કમ બેઝ જોબસીકર એલાઉન્સ મેળવનાર
- ઇન્કમ રિલેટેડ એમ્પ્લોયમેન્ટ અને સપોર્ટ એલાઉન્સ મેળવનાર
- યુનિવર્સિલ ક્રેડિટ મેળવનાર


