16,000 પાઉન્ડના ડ્રગ્સ કેસમાં બર્મિંગહામના હેમંત પટેલને 38 મહિનાની કેદ

હેમંત પટેલે ઘરમાં હેરોઇન અને કોકેન જેવા માદક દ્રવ્યો સંતાડ્યા હતા

Tuesday 16th December 2025 09:30 EST
 
 

લંડનઃ બર્મિંગહામના હેમંત પટેલને ડ્રગ્સ કેસમાં 38 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. જૂન 2025માં બર્મિંગહામના વૂડસ્ટોક રોડ સ્થિત હેમંત પટેલના ઠેકાણા પર પોલીસે પાડેલા દરોડામાં પ્રિન્ટર અને ઘરમાં સંતાડેલ 16,000 પાઉન્ડ મૂલ્યના ક્લાસ એ માદકદ્રવ્યો મળી આવ્યા હતા.

પોલીસે હેમંત પટેલની ક્લાસ એ ડ્રગ્સ રાખવા અને સપ્લાય કરવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે 8 ડિસેમ્બરના રોજ હેમંત પટેલને દોષી ઠરાવી 38 મહિનાની કેદ ફટકારી હતી.

સીરિયસ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના પોલીસ અધિકારી જ્યોર્જ એન્સ્ટીએ જણાવ્યું હતું કે, અમને હેમંત પટેલના ઘરમાંથી હેરોઇન અને કોકેન મળી આવ્યાં હતાં. આરોપીને જેલની સજા કરાઇ છે જ્યાં તે તેના અપરાધોનો પસ્તાવો કરી શકશે. અમે સમાજમાં ડ્રગ્સના વેચાણ અને દુષણને સાંખી લઇશું નહીં. અમે અપરાધીઓ સામે આકરાં પગલાં લઇ રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter