16 વર્ષથી નાના બાળકો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા વિચારણા સબહેડઃ મોટાભાગના વાલીઓનું પ્રતિબંધને સમર્થન

મોટાભાગના વાલીઓ પ્રતિબંધ લાદવા સાથે સહમત

Tuesday 16th April 2024 10:19 EDT
 
 

લંડનઃ સરકાર 16 વર્ષથી નાના બાળકોને સ્માર્ટ ફોનના વેચાણ પર પ્રતિબંધ લાદવા વિચારણા કરી રહી છે. સંખ્યાબંધ સરવેમાં જનતાએ આ પ્રકારના પ્રતિબંધની તરફેણ કરી છે. સરકારે બે મહિના અગાઉ ઇંગ્લેન્ડની શાળાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ માટેની માર્ગદર્શિકા જારી કરી હતી પરંતુ હવે બાળકોને સંરક્ષિત કરવા અન્ય પ્રતિબંધો લાદવાની પણ વિચારણા ચાલી રહી છે.

ગયા વર્ષે હત્યા થઇ હતી તે 16 વર્ષીય બ્રિયાનાની માતા એસ્તર ઘેય સ્માર્ટ ફોનના ઉપયોગ માટે વયમર્યાદા લાદવા અને સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગ પર કડક નિયંત્રણો અમલી બનાવવા અભિયાન ચલાવી રહી છે.

ઘેયએ અગાઉ જણાવ્યું હતું કે, સરકાર એવો કાયદો લાવે જેમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા એપ્સ વિનાના અલગ પ્રકારના મોબાઇલ ફોન હોય અને પુખ્તો માટેના અલગ પ્રકારના ફોન હોય.

પેરેન્ટ કાઇન્ડ દ્વારા કરાયેલા સરવેમાં 58 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે, સરકારે 16 વર્ષથી નાના બાળકોના સ્માર્ટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવો જોઇએ. દર પાંચમાંથી 4 વાલી એમ માને છે કે સ્માર્ટફોન યુવાનો અને બાળકો માટે નુકસાનકારક છે.

મોર ઇન કોમન દ્વારા કરાયેલા સરવેમાં 64 ટકા લોકોએ 16 વર્ષથી નાના બાળકોને સ્માર્ટ ફોન વેચવા પરના પ્રતિબંધના પ્રસ્તાવને આવકાર આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter