16 વર્ષથી નાના બાળકો પર સોશિયલ મીડિયા પ્રતિબંધ

પ્રતિબંધના દાયરામાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ (X), સ્નેપચેટ, થ્રેડ્સ અને રેડિટ જેવા અગ્રણી પ્લેટફોર્મ્સનો સમાવેશ

Tuesday 16th June 2026 13:04 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે કિશોરો અને બાળકોના હિતમાં એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લેતા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ બાળકોના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહેલી વર્તમાન વ્યવસ્થાનો અંત લાવી રહ્યા છે.

આ પ્રસ્તાવિત કાયદો આગામી વર્ષે સ્પ્રીંગ સુધીમાં અમલમાં આવે તેવી શક્યતા છે. આ પ્રતિબંધના દાયરામાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ (X), સ્નેપચેટ, થ્રેડ્સ અને રેડિટ જેવા અગ્રણી પ્લેટફોર્મ્સનો સમાવેશ કરવામાં આવશે. જો કે શૈક્ષણિક અને યૂટ્યુબ કિડ્સ, લિગો પ્લે અને ગુગલ ક્લાસરૂમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વડાપ્રધાન સ્ટાર્મરે પિતા તરીકેનો પોતાનો અનુભવ જણાવતા સ્વીકાર્યું હતું કે મારા મતે આપણા બાળકોની સુરક્ષા માટે આ સંપૂર્ણ પ્રતિબંધ જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે. 16 અને 17 વર્ષના કિશોરો માટે મોડી રાત્રે સોશિયલ મીડિયાના વપરાશ પર 'કર્ફ્યુ' લગાવવાની યોજના પણ સરકાર વિચારી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter