17.2 મિલિયન પાઉન્ડના ડ્રગ્સ કેસમાં સલીમ ચૌધરીને સાડા 27 વર્ષ અને મોહબાથને 16 વર્ષની કેદ

Tuesday 16th April 2024 10:46 EDT
 

લંડનઃ મે 2023માં બ્લેકબર્ન ખાતેના એક એકમમાં લેન્કેશાયર પોલીસ દ્વારા પડાયેલા દરોડામાં 17.2 મિલિયન પાઉન્ડના માદક દ્રવ્યો ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ માદક દ્રવ્યો ચીઝના બ્લોકમાં છૂપાવેલાં હતાં. પોલીસે આ કેસમાં સલીમ ચૌધરી અને રિદ્દુલ મોહબાથની ધરપકડ કરી હતી. ગયા સપ્તાહમાં પ્રેસ્ટનની ક્રાઉન કોર્ટે સલીમ ચૈધરીને કોકેઇનના સપ્લાય અને મની લોન્ડરિંગના આરોપસર દોષી ઠરાવી સાડા સત્તાવીસ વર્ષની અને તેના સાથી મોહબાથને કોકેઇન સપ્લાય કરવા માટે 16 વર્ષની કેદ ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter