લંડનઃ રિફોર્મ યુકેના કાઉન્સિલર 19 વર્ષીય જ્યોર્જ ફિન્ચ યુકેમાં સૌથી નાની વયે કાઉન્સિલ લીડર તરીકે ચૂંટાઇ આવ્યા છે. રિફોર્મ યુકે દ્વારા મહત્વની સેવાઓમાં ઘણા ટીન એજર્સને જવાબદારીઓ સોંપાઇ છે જેના પગલે તેમના અનુભવો મુદ્દે ચિંતાઓ સર્જાઇ છે. 3 રાઉન્ડની ચૂંટણી બાદ ફિન્ચ વોર્વિક કાઉન્સિલના કાઉન્સિલ લીડર તરીકે ચૂંટાયા હતા. આ પહેલાં કાઉન્સિલ લીડર તરીકે ચૂંટાયેલા રોબ હાવર્ડે થોડા જ સપ્તાહમાં રાજીનામુ આપી દેતાં ફિન્ચને કાર્યકારી લીડર તરીકેની જવાબદારી સોંપાઇ હતી. એ-લેવલની પરીક્ષા પૂર્ણ કર્યાના એક જ વર્ષમાં તે વચગાળાના લીડર બની ગયા હતા.


