1930થી 2020ના દાયકાઓ સુધીની મહારાણીના જીવનની મહત્વની ઘટનાઓ

Wednesday 14th September 2022 05:21 EDT
 
 

1930નો દાયકો

21 એપ્રિલ 1926ના રોજ પરોઢિયે 2-40 કલાકે પ્રિન્સેસ એલિઝાબેથ મેરી વિન્ડસરનો જન્મ

11 ડિસેમ્બર 1936ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથના પિતા અને ડ્યુક ઓફ યોર્ક બર્ટીની કિંગ જ્યોર્જ છઠ્ઠા તરીકે જાહેર થતાં તેઓ રાજગાદીના વારસોના દાવેદારોમાં સામેલ થયાં

22 જુલાઇ 1939ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથની પહેલીવાર રોયલ ડાર્ટમાઉથ નેવલ કોલેજ ખાતે કેડેટ કેપ્ટેન પ્રિન્સ ફિલિપ ઓફ ગ્રીસ સાથે મુલાકાત થઇ

1940નો દાયકો

13 ઓક્ટોબર 1940ના રોજ બીજા વિશ્વયુદ્ધના પ્રારંભ બાદ પ્રિન્સેસ એલિઝાબેથે પહેલીવાર રેડિયો પર દેશજોગ સંબોધન કર્યું

21 એપ્રિલ 1942ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથે ગ્રેનેડિર ગાર્ડ્સના કર્નલ ઇન ચીફ તરીકે ઇન્સેપક્શન સાથે પહેલીવાર જાહેર ઇવેન્ટમાં જોડાયા

4 માર્ચ 1945ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ ઓક્ઝિલયરી ટેરિટોરિયલ સર્વિસમાં જોડાયાં

10 જુલાઇ 1947ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ અને લેફ્ટનન્ટ ફિલિપ માઉન્ટબેટનની સગાઇની જાહેરાત કરાઇ

20 નવેમ્બર 1947ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ અને લે. ફિલિપ માઉન્ટબેટન લગ્નગ્રંથિથી જોડાયાં

14 નવેમ્બર 1948ના રોજ પ્રિન્સ ચાર્લ્સનો જન્મ, 15 ઓગસ્ટ 1950ના રોજ પ્રિન્સેસ એનનો જન્મ

1950નો દાયકો

6 ફેબ્રુઆરી 1952ના રોજ કિંગ જ્યોર્જ છઠ્ઠાના નિધન બાદ પ્રિન્સેસ એલિઝાબેથ બીજા રાજગાદીના વારસ જાહેર કરાયા

2 જૂન 1953ના રોજ ક્વીન એલિઝાબેથ બીજાની તાજપોશી કરાઇ

21 ઓક્ટોબર 1957ના રોજ ક્વીને ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બ્લીને સંબોધન કર્યું

1960નો દાયકો

19 ફેબ્રુઆરી 1960ના રોજ પ્રિન્સ એન્ડ્રુનો જન્મ

મે 1965માં ક્વીને પશ્ચિમ જર્મનીની મુલાકાત લીધી, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ રાજવી

1970નો દાયકો

ફેબ્રુઆરી 1974માં પીએમ એડવર્ડ હીથે સામાન્ય ચૂંટણી જાહેર કરતાં ક્વીનને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પડતો મૂકી બ્રિટન પરત ફરવું પડ્યું

7 જૂન 1977ના રોજ ક્વીનની તાજપોશીની રજત જયંતિની ઉજવણી કરાઇ

1980નો દાયકો

29 જુલાઇ 1981ના રોજ પ્રિન્સ ચાર્લ્સના સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે ડાયના સ્પેન્સર સાથે વિવાહ

13 જૂન 1981ના રોજ ટ્રુપિંગ ધ કલર્સ ઇવેન્ટ દરમિયાન ક્વીન પર ગોળીબાર કરાયો

1990નો દાયકો

7 જૂન 1992ના રોજ ડાયના પર આધારિત એન્ડ્રુ મોર્ટનના પુસ્તકના કારણે પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરના લગ્નેતર સંબંધનો વિવાદ સર્જાયો

20 નવેમ્બર 1992ના રોજ વિન્ડસર કેસલમાં આગ ફાટી નીકળતાં ભારે નુકસાન થયું

એપ્રિલ 1993માં પહેલીવાર સામાન્ય જનતા માટે વિન્ડસર કેસલના દ્વાર ખુલ્લાં મૂકાયાં

31 ઓગસ્ટ 1997ના રોજ લેડી ડાયનાનું કાર અકસ્માતમાં પેરિસ ખાતે નિધન

2000નો દાયકો

30 એપ્રિલ 2002ના રોજ ક્વીને તેમની તાજપોશીની સુવર્ણ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

9 એપ્રિલ 2005ના રોજ પ્રિન્સ ચાર્લ્સે કેમિલા પાર્કર સાથે લગ્ન કર્યાં

22 ડિસેમ્બર 2007ના રોજ ક્વીન બ્રિટન પર સૌથી લાંબો સમય શાસન કરનાર રાજવી બન્યાં

2010નો દાયકો

14 ઓક્ટોબર 2010ના રોજ બ્રિટનમાં આર્થિક કટોકટીના કારણે ક્વીને બંકિંગહામ પેલેસમાં થતી ક્રિસમસની ઉજવણી રદ કરી

17 મે 2011ના રોજ ક્વીન આયર્લેન્ડની મુલાકાતે પહોંચ્યા, 1921 પછી મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ રાજવી

2 જૂન 2012થી બ્રિટનમાં ક્વીનની તાજપોશીની હીરક જયંતિની ઉજવણી કરાઇ

6 ફેબ્રુઆરી 2017ના રોજ ક્વીન સેફાયર જ્યુબિલી ઉજવનારા પહેલા બ્રિટિશ રાજવી બન્યાં

20 નવેમ્બર 2019ના રોજ ક્વીને પ્રિન્સ એન્ડ્રુને તેમની ફરજોમાંથી ફારેગ કર્યા

2020નો દાયકો

8 જાન્યુઆરી 2020ના રોજ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે રાજવી હોદ્દાનો ત્યાગ કર્યો

5 એપ્રિલ 2020ના રોજ ક્વીને તેમના 68 વર્ષના કાર્યકાળમાં ટેલિવિઝન પર પાંચમો દેશજોગ સંદેશો આપ્યો

9 એપ્રિલ 2021ના રોજ ક્વીનના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન

2-5 જૂન ક્વીનની તાજપોશીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી

6 સપ્ટેમ્બર 2022ના રોજ પરંપરા તોડીને ક્વીને બાલમોરલ કેસલ ખાતે લિઝ ટ્રસની વડાંપ્રધાનપદે નિયુક્ત કરી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter