2.2 મિલિયન લોન ધારકો પર પ્રતિ વર્ષ સેંકડો પાઉન્ડનો વધારાનો બોજો પડશે

પડતાં પર પાટુ, બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો

Wednesday 08th February 2023 06:03 EST
 
 

લંડન

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત 10મી વાર વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટમાં વધારો કરતાં હવે વ્યાજદર 3.5 ટકાથી વધીને 4.0 ટકા પર પહોંચી ગયાં છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ મધ્યે લોન ચૂકવવામાં સંઘર્ષ કરી રહેલા મોર્ગેજ પેયર્સ અને બિઝનેસિઝ પર આર્થિક બોજામાં વધારો કરતાં બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું હતું કે, અમારા અગાઉના અંદાજો કરતાં પ્રાઇવેટ સેક્ટરના વેતનમાં ઘણો વધારો થયો છે તેના કારણે અમને વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરવાની ફરજ પડી છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં વધારો કરાતાં વેરિએબલ મોર્ગેજ રેટ પર રહેલા 2.2 મિલિયન લોકો પર વધારાનો બોજો પડશે. એકતરફ જનતા મોંઘાદાટ ઇંધણ અને વીજળી બિલનો સામનો કરી રહી છે ત્યારે વ્યાજદરમાં આ વધારો મોર્ગેજ બિલમાં પ્રતિ વર્ષ સેંકડો પાઉન્ડનો વધારો કરી શકે છે. 2.2 મિલિયન લોકો પૈકીના 50 ટકા ડિસ્કાઉન્ટેડ રેટ ડીલ પર અને બીજા 50 ટકા સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ પર મોર્ગેજ ભરી રહ્યાં છે.

જે લોકો હાલ 4.5 ટકાના દરે મોર્ગેજ ભરી રહ્યાં છે તેમને 5 ટકાના દરે મોર્ગેજ આપવું પડશે. જેના કારણે 20 વર્ષ માટેના દોઢ લાખ પાઉન્ડના રિપેમેન્ટ મોર્ગેજ પર 41 પાઉન્ડ પ્રતિ માસનો વધારો થઇ જશે. આ પ્રકારના મોર્ગેજ માસિક 949 પાઉન્ડથી વધીને 990 પાઉન્ડ થશે. પાંચ લાખ પાઉન્ડના મોર્ગેજ પર માસિક મોર્ગેજ બિલ 139 પાઉન્ડ વધીને 3301 પાઉન્ડ થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter