20 મિલિયન પરિવારોને એનર્જી બિલમાં રાહત માટે 100 પાઉન્ડ ચૂકવાશે

વીજળી બિલ પરના વેટ કારને આગામી જુલાઇ સુધી લંબાવાયો

Tuesday 03rd November 2026 10:05 EST
 
 

લંડનઃ ચાન્સેલર જોન હિલીએ વૈશ્વિક આર્થિક તોફાનો વચ્ચે બ્રિટનના નાગરિકોને રાહત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે બેંકો પર લાદવામાં આવેલા વિન્ડફોલ ટેક્સમાંથી ભંડોળ એકત્ર કરીને ઇંગ્લેન્ડના 80 પરિવારોને એનર્જી બિલમાં 100 પાઉન્ડની સહાય આપવાની જાહેરાત કરી છે.

પોતાના પ્રથમ બજેટમાં ચાન્સેલરે જણાવ્યું હતું કે, કાઉન્સિલ ટેક્સ બેન્ડ A થી D હેઠળ આવતા આશરે 20 મિલિયન પરિવારોને 100 પાઉન્ડની ચૂકવણી કરવામાં આવશે, જેનાથી સરકારી તિજોરી પર 2.6 બિલિયન પાઉન્ડનો બોજ પડશે. આ યોજનામાં સ્કોટલેન્ડ અને વેલ્સ માટે સમાન ભંડોળનો સમાવેશ થાય છે, જ્યાંની સ્થાનિક સરકારો આ માપદંડ અપનાવવો કે નહીં તેનો નિર્ણય લેશે.

આ ઉપરાંત, ચાન્સેલરે વીજળીના બિલ પરના VAT કાપને આગામી જુલાઈ સુધી લંબાવ્યો છે અને પેટ્રોલ-ડીઝલ પરની ફ્યુઅલ ડ્યુટીમાં સૂચિત વધારો રદ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો લોકો માટે જીવનનિર્વાહનો ખર્ચ અને વ્યાપાર ચલાવવાનો ખર્ચ સમાન છે.

મધ્ય પૂર્વના યુદ્ધને કારણે આર્થિક સ્થિતિમાં આવેલા ઘટાડા માટે તેમણે આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર ઠેરવ્યા હતા, પરંતુ સાથે જ લેબર પાર્ટીની રાજકોષીય ખાધ ઘટાડવાની યોજનાઓને યોગ્ય માર્ગે રાખવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ બજેટને શિસ્તબદ્ધ રાજકોષીય નીતિ પર આધારિત ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter