200 બાળકોની બનાવટી ઓળખ આપી બેનિફિટ્સ ઓળવી જનારા અલીને 2 મિલિયન પાઉન્ડ ચૂકવવા આદેશ

Wednesday 03rd January 2024 09:10 EST
 

લંડનઃ 200 જેટલા બાળકોની ઓળખ ચોરીને તેમને મળનારા બેનિફિટ્સ ઓળવી જનાર અલી બાના મોહમ્મદને બે મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમ પરત કરવાનો આદેશ કરાયો છે. 42 વર્ષીય અલી આગામી 3 મહિનામાં આ રકમ નહીં ચૂકવે તો તેને 9 વર્ષની કેદ થઇ શકે છે તેમ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક્સ એન્ડ પેન્શને જણાવ્યું હતું. આ પહેલાં 2022માં કરદાતાઓને 1.7 મિલિયન પાઉન્ડનો ચૂનો ચોપડવા માટે તેને જેલની સજા કરાઇ હતી. મોહમ્મદના સગાં અને મિત્રોએ અલગ અલગ 70 નામે બોગસ ક્લેમ રજૂ કર્યાં હતાં અને 188 બાળકોના બનાવટી જન્મ પ્રમાણપત્ર રજૂ કર્યાં હતાં. જેથી તેઓ ચાઇલ્ડ બેનિફિટ્સ અને ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરી શકે. આ કૌભાંડ એપ્રિલ 2007થી જુલાઇ 2016 વચ્ચે ચલાવવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter