200 વર્ષના શાસનમાં બ્રિટને ભારતમાં 65 ટ્રિલિયન ડોલરના રિસોર્સની લૂટ ચલાવી

સમગ્ર વિશ્વમાં બ્રિટિશ કોલોનીઓમાં અંદાજિત 180 ટ્રિલિયન ડોલરની લૂટ ચલાવવામાં આવી હોવાનો ઓક્સફામ રિસર્ચનો દાવો

Tuesday 30th December 2025 09:37 EST
 
 

લંડનઃ ભારતમાં 200 વર્ષના સંસ્થાનવાદ દરમિયાન બ્રિટિશરોએ 65 ટ્રિલિયન અમેરિકન ડોલરના મૂલ્યના રિસોર્સની લૂટ ચલાવી બ્રિટન ભેગા કર્યાં હતાં. ઓક્સફામ રિસર્ચ સ્ટડીમાં કરાયેલા દાવા સામે ઘણી દલીલો પણ થઇ રહી છે. વકીલો અનુસાર સ્કોલરો અને ઓક્સફામ જેવા સંસ્થાનો પાસેથી એકઠા કરાયેલા આંકડા આંતરરાષ્ટ્રીય અદાલતો અને ફોરમોમાં દલીલોની તકો આપી શકે છે.

બ્રિટનની પૂર્વ કોલોનીઓનો દાવો છે કે કુલ 180 ટ્રિલિયન અમેરિકન ડોલરના રિસોર્સની લૂટ ચલાવવામાં આવી હતી અને બ્રિટને તે પરત કરવી જોઇએ. કેરેબિયન ટાપુઓ, આફ્રિકા અને એશિયાની પૂર્વ બ્રિટિશ કોલોનીઓ દ્વારા આ દાવો કરાઇ રહ્યો છે. છેલ્લા 80 વર્ષથી કોલોનીઓ દ્વારા આ એકીકૃત દાવો કરવામાં આવી રહ્યો છે.

આફ્રિકાની પૂર્વ બ્રિટિશ કોલોનીઓ દ્વારા સંયુક્ત રીતે દાવો રજૂ કરાયો ત્યારે બ્રિટન પરનું દબાણ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. આફ્રિકન યુનિયનના પ્રારંભિક અંદાજ અનુસાર બ્રિટનના સંસ્થાનવાદના કારણે આફ્રિકાને 100થી 120 ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું હતું. કેરેબિયન ટાપુઓ પણ 24 ટ્રિલિયન ડોલરના સંયુક્ત દાવાને આગળ ધપાવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter