2010થી સરકારની આવકવેરાની આવક 70 ટકા વધીને 264 બિલિયન પાઉન્ડ

Tuesday 09th January 2024 11:30 EST
 

લંડનઃ 2010 પછી સરકારની આવકવેરાની આવક 70 ટકા વધીને 264 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગઇ છે. એક દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાનોના કાર્યકાળમાં આવકવેરાના બોજામાં તીવ્ર વધારો નોંધાયો છે. એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સના આંકડા અનુસાર રિશી સુનાક અને જેરેમી હન્ટ મુખ્ય દરોમાં વાસ્તવિક વધારો કર્યા વિના જ આવકવેરાની વસૂલાત વધારી રહ્યાં છે.

રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારે માર્ચ 2021ના બજેટમાં તેમણે આવકવેરાના દરોને કેટલાક વર્ષ સુધી ફ્રીઝ કરી દીધાં હતાં. જેના કારણે પગારમાં વધારો થતાં મોટી સંખ્યામાં કામદારો નવા સ્લેબમાં પહોંચી ગયાં હતાં. જેરેમી હન્ટે પણ આજ નીતિ અપનાવી જેના કારણે આવકવેરાની ત્રિમાસિક આવકમાં 49 બિલિયન પાઉન્ડનો વધારો નોંધાયો હતો.

2010માં લિબરલ ડેમોક્રેટ સાથે ગઠબંધન કરી સત્તામાં આવેલી ટોરી પાર્ટીની સરકારોની અત્યાર સુધીમાં આવકવેરાથી થતી આવકમાં 76 ટકા એટલે કે 113 બિલિયન પાઉન્ડનો વધારો નોંધાયો છે. ફુગાવાના દરમાં વધારો, અર્થતંત્રની કેશ સાઇઝમાં વધારો, વસતીમાં વધારો જેવા કારણો પણ તેના માટે જવાબદાર મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter