2018થી 2024 - 1,50,000થી વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટે ઇંગ્લિશ ચેનલ પાર કરી

2022માં 45,755, 2023માં 29,437 અને 2024માં 36,816 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે આવ્યા

Tuesday 20th May 2025 11:42 EDT
 

લંડનઃ સરકારે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની નોંધ રાખવાનું શરૂ કર્યું તે વર્ષ 2018થી અત્યાર સુધીમાં માનવ તસ્કરોએ 1,50,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સને ઇંગ્લિશ ચેનલ પાર કરાવી છે. 2022માં 45,755, 2023માં 29,437 અને 2024માં 36,816 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને યુકે આવ્યા હતા.

ગયા વર્ષે સૌથી વધુ 5919 માઇગ્રન્ટ્સ અફઘાનિસ્તાનથી આવ્યા હતા જ્યારે સિરિયાથી 4630 અને ઇરાનથી 4158 માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા. 2018થી અત્યાર સુધીમાં સૌથી વધુ 25,724 ઇરાની માઇગ્રન્ટ્સે ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. 2022માં સૌથી વધુ 12658 માઇગ્રન્ટ્સ આલ્બેનિયાથી આવ્યા હતા.

2018થી 2024 વચ્ચે 93 ટકા માઇગ્રન્ટ્સે યુકેમાં રાજ્યાશ્રય અથવા તો રેફ્યુજી સ્ટેટસ માટે અરજી કરી હતી. છેલ્લા 12 મહિનામાં 50 ટકા અરજકર્તાને રાજ્યાશ્રય અને રેફ્યુજી સ્ટેટસ અપાયાં હતાં.

ઇંગ્લિશ ચેનલ પાર કરવી અત્યંત જોખમી છે તેમ છતાં બોરિસ જ્હોન્સનના કાર્યકાળમાં પ્રતિ સપ્તાહ 15થી વધુ બોટ, રિશી સુનાકના કાર્યકાળમાં 12 જેટલી બોટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવી હતી. અત્યાર સુધીમાં 3 સપ્ટેમ્બર 2022ના રોજ 1305 માઇગ્રન્ટ્સ સાથે 27 બોટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter