2021માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બ્લેકમેલિંગના કેસમાં વિક્રમજનક ઉછાળો

માર્ચ 2022 સુધીમાં બ્લેકમેલિંગની 22 હજાર કરતાં વધુ ફરિયાદ

Wednesday 24th August 2022 05:56 EDT
 

લંડન

બ્રિટનમાં બ્લેકમેલ કરવાના પ્રમાણમાં તોતિંગ વધારો થયો છે. 2021માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસમાં બ્લેકમેલિંગની વિક્રમજનક ફરિયાદો નોંધાઇ છે. ચેરિટી વિક્ટિમ સપોર્ટ સંસ્થાએ સરકાર અને પોલીસને આ અપરાધને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. બ્લેકમેલિંગની આ ફરિયાદોમાં સેક્સોર્સનની ફરિયાદોની સંખ્યા ઘણી વધુ છે. માર્ચ 2022 સુધીમાં પૂરા થયેલા એક વર્ષમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બ્લેકમેલ કરવાની 22,064 ફરિયાદ પ્રાપ્ત થઇ હતી. જે કોરોના મહામારીના પ્રારંભ પહેલાના 2019-20ની સરખામણીમાં બમણી છે. બ્લેકમેલ કરવાના નોંધપાત્ર બનાવોની શરૂઆત 2012-13માં થઇ હતી. ત્યારથી સતત આ પ્રકારના અપરાધમાં વધારો થઇ રહ્યો છે. વસતીના અંદાજના તાજેતરના આંકડા પ્રમાણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ પ્રકારના સૌથી વધુ અપરાધ કમ્બ્રિયા કોન્સ્ટેબ્યુલરીમાં નોંધાયા. દર 10,000 વ્યક્તિએ બ્લેકમેલ કરવાના 6.7 અપરાધ નોંધાયા હતા. બ્રિટનમાં બ્લેકમેલ કરવા માટે 14 વર્ષની કેદની સજાની જોગવાઇ છે પરંતુ છેલ્લા એક દાયકામાં બ્લેકમેલ કરવાના અપરાધમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

વિક્ટિમ સપોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદોની સંખ્યા બતાવે છે કે હવે પીડિતો હિંમત કરીને સામે આવી રહ્યાં છે પરંતુ હજુ પણ પોતાની બદનામીના ડરથી ઘણા લોકો સામે આવી રહ્યાં નથી તે ચેતવણીજનક છે. ચેરિટીના ચીફ એક્ઝિક્યુટિવ ડાયના ફોસેટ કહે છે કે બ્લેકમેલ કરવાની ઘટનાઓમાં વધારો ગંભીર રીતે ચિંતાજનક છે. આ પ્રકારની ફરિયાદોમાં ફક્ત 1 ટકાને જ સજા થતી હોય છે તેના કારણે પીડિતો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. બ્લેકમેલના પીડિતોને પ્રેકટિકલ અને ઇમોશનલ સપોર્ટ આપવો અત્યંત જરૂરી બની રહ્યું છે જેથી તેઓ ન્યાય મેળવી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter