2022માં 1741 વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરાયાં

તેમાં બળાત્કારીઓ, બ્રિટનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારા માનવ તસ્કરો, ડ્રગની દાણચોરી કરનારાનો સમાવેશ

Wednesday 24th August 2022 05:55 EDT
 

લંડન – હોમ ઓફિસે જાહેર કરેલા આંકડા અનુસાર 2022માં જાન્યુઆરીથી અત્યાર સુધીના 8 મહિનામાં 1741 વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરાયાં છે. તેમાં બળાત્કારીઓ, બ્રિટનમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારા માનવ તસ્કરો, ડ્રગની દાણચોરી કરનારા સહિત 500 આલ્બેનિયનોનો સમાવેશ થાય છે. તેમાંથી 606 અપરાધીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. બે મિલિયન પાઉન્ડની કિંમતના કોકેઇનની દાણચોરી માટે 18 વર્ષની કેદની સજા પામેલા એક આરોપીને જૂનમાં ચાર્ટર પ્લેન દ્વારા તેના દેશમાં મોકલાયો હતો. સરકારે દેશનિકાલ કરેલા લોકોમાં ચેનલ પાર કરીને કે ટ્રકોમાં સંતાઇને બ્રિટનમાં ઘૂસેલા વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter