2023માં 1,42,848 સ્ટડી વિઝા ભારતીય વિદ્યાર્થીઓને અપાયાં

1,07,670 સ્ટુડન્ટ વિઝા સાથે ચીનના વિદ્યાર્થીઓ બીજા ક્રમે

Tuesday 05th September 2023 12:16 EDT
 
 

લંડનઃ ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે યુકે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જૂન 2023ના નાણાકીય વર્ષના અંતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કુલ 32,87,404 વિઝા જારી કરાયાં હતાં જે જૂન 2022માં પૂરા થયેલા વર્ષની સરખામણીમાં 58 ટકા વધુ છે. મુખ્ય અરજકર્તાને સ્પોન્સર્ડ સ્ટડી ગ્રાન્ટમાં 33 ટકા ભારતીય વિદ્યાર્થીઓને અપાઇ છે. જૂન 2023માં પૂરા થયેલા વર્ષમાં કુલ 4,98,626 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા જારી કરાયાં હતાં જે વર્ષ 2022ની સરખામણીમાં 23 ટકાનો વધારો દર્શાવે છે. કુલ સ્ટડી વિઝામાંથી 1,42,848 વિઝા ભારતીય વિદ્યાર્થીઓને અપાયાં છે જે 54 ટકાનો વધારો દર્શાવે છે. 2022ની સરખામણીમાં આ વર્ષે 49,883 વધુ ભારતીય વિદ્યાર્થી વિઝા મેળવવામાં સફળ રહ્યાં છે. બીજા ક્રમે રહેલા ચીનના વિદ્યાર્થીઓને 1,07,670 વિઝા જારી કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter