2023માં યુકેમાં ભારતીયો પર હુમલા કે હત્યાના 10 બનાવ

Tuesday 17th December 2024 10:17 EST
 

લંડનઃ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કિર્તી વર્ધને સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં વિવિધ દેશોમાં 86 ભારતીય નાગરિકો પર ક્યાં તો હુમલા કરાયા હતા અથવા તો હત્યા થઇ હતી. એક સવાલના લેખિત જવાબમાં વર્ધને જણાવ્યું હતું કે, 2021માં 29, 2022માં 57 અને 2023માં 86 બનાવ બન્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં 12, કેનેડામાં 10, યુકેમાં 10 અને સાઉદી અરબમાં 10 ભારતીય પર હુમલા અથવા તો હત્યાના બનાવ બન્યા હતા. વિદેશોમાં ભારતીયોની સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાથમિકતા છે. અમારા મિશનો સતત સજાગ અને ચાંપતી નજર રાખે છે. જો આ પ્રકારનો કોઇ બનાવ બને તો તરત જ સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરાય છે. જેથી કેસની યોગ્ય તપાસ થાય અને અપરાધીને સજા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter